Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આ માનવીનું શબ છે 5300 વર્ષ જૂનું

નવી દિલ્હી: ૧૯૯૧માં એરિકા અને હેલમુટ સાયમન નામના કપલને આલ્પસની પર્વતમાળામાં બરફમાં ૩૨૧૦ મીટરની ઉંચાઇએ જામી ગયેલો સદીઓ જુનો માનવ મૃતદેહ મળ્યો હતો. ઓસ્ટ્રિયા અને ઇટલીની સરહદ વચ્ચે આવેલા આ સ્થળે મૃતદેહ કોઇ પર્વતારોહકનો હોય તેવું માનવામાં આવતું હતું પરંતુ સંશોધન કરતા માલૂમ પડયું કે આ માનવ આજકાલનો નથી સદીઓ જુના પાષાણ યુગથી અસ્તિત્વ ધરાવે છે. અંદાજે ૫૩૦૦ વર્ષ પહેલાના મૃત માનવદેહને ઓટ્ઝી એવું વિશિષ્ટ નામ આપવામાં આવ્યું હતું. આ સંશોધન માટે નિમિત બનેલા એરિકા અને હેલમુટ કપલને ૨.૪૮ લાખ ડોલરનું ઇનામ આપીને સન્માનવામાં આવ્યા હતા.જો કે વર્ષો પછી ઇનામ મળ્યું ત્યારે કપલ ખંડિત થયેલું હતું. એરિકાના પતિ હેલમુટ સાયમનનું પર્વતીય વિસ્તારમાં હાઇક કરતા મોતને ભેટયો હતો. આવો અકસ્માત થયો ત્યારે સદીઓના જુના ઓટઝીનો શ્રાપ હોવાની કથા પણ પ્રચલિત થઇ હતી. આટ્ઝીને ઇટલીના સાઉથ ટાયરોલના બોલઝાનો મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યો છે જેને જોવા માટે દર વર્ષે સેંકડો લોકો આવે છે. ઓટ્ઝીના શરીર પર નાના મોટા ૬૧ જેટલા ટેટું ચિતરેલા હતા આથી ટેટું પ્રથા કેટલી પ્રાચીન છે તે જાણવા મળે છે.

(5:06 pm IST)