Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કરોળિયાના જાળામાંથી પ્રેરણા લઇ આ જાપાનીઝ કંપનીએ મજબૂત સહીત ટકાઉ વસ્ત્રો બનાવી રહી છે

નવી દિલ્હી  : સ્ટીલ કરતાં 5 ગણા મજબૂત કરોળિયાના રેશમના અદભુત ગુણોને પ્રાચીન યુનાનીઓએ માન્યતા આપી હતી. હવે વિજ્ઞાનીઓ મેડિકલથી લઇ એન્જિનિયરિંગ સુધી તેના ઉપયોગની સંભાવના શોધી રહ્યા છે. આ જ દિશામાં સ્પાઇબર નામની એક જાપાની સ્ટાર્ટઅપ કંપનીને સંશોધનમાં જણાયું કે કેવી રીતે કરોળિયાનાં જાળાં ટેક્સટાઇલ ઉદ્યોગને બદલી શકે છે. આ બાયોટેક કંપનીએ લેબમાં સ્પાઇડર સિલ્કની જાતિ બનાવવાની શરૂઆત કરી છે. અત્યાર સુધી આ સ્ટાર્ટઅપ ઊન, ડેનિમથી વધુ ટકાઉ વિકલ્પ તરીકે પોતાની ફેબ્રિક રેન્જને રજૂ કરી ચૂક્યું છે. સ્પાઇબરના ટ્રેડમાર્કવાળા રેસા બ્રૂડ પ્રોટીનનો જાપાની એેપરેલ બ્રાન્ડના કેટલાંક વસ્ત્રોમાં ઉપયોગ કરવામાં આવ્યો. તેમાં સિલાઇ અને આઉટડોર એપરેલ સ્પેશિયાલિસ્ટ ધ નોર્થ ફેસ જાપાન જેવી બ્રાન્ડ સામેલ છે. સ્પાઇબરના બિઝનેસ ડેવલપમેન્ટના મુખ્ય કેન્જી હિગાશીએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે કરોળિયા તરલ પ્રોટીનને રેશમમાં ઘૂમાવીને જાળાં બનાવે છે. નોંધનીય છે કે રેશમના કીડાને હજારો વર્ષોથી રેશમના ઉત્પાદન માટે પાળવામાં આવે છે. જ્યારે કરોળિયા પોતાની જ પ્રજાતિના અન્ય જીવોને ખાઇ લે છે, તેથી તેને પાળવાનું અસંભવ છે. આ જ કારણ છે કે સ્પાઇબરના સંસ્થાપકો કાઝુહાઇડ સેકિયામા અને જુનિચી સુગહારાએ એક સિન્થેટિક મટીરિયલ બનાવવાનો નિર્ણય કર્યો. જે કરોળિયાના રેશમ જેવું હોય. બંનેએ 2004માં યામાગાટા પ્રાંતમાં કીઓ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે પ્રયોગ કરવાનું શરુ કર્યું હતું.

 

(6:22 pm IST)