Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઓએમજી....આ તો ગઝબ કહેવાય:11 લાખ રૂપિયા ખર્ચીને આ શખ્સ બન્યો શ્વાન

નવી દિલ્હી: દુનિયામાં ઘણા એવા લોકો હોય છે, જે પોતાની વિચિત્ર હરકતોને કારણે ચર્ચામાં આવે છે. આવો જ એક અજીબોગરીબ કિસ્સો જાપાનમાં સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિના કૂતરા બનવાના શોખે બધાને ચોંકાવી દીધા છે. જાપાનની આ વ્યક્તિનું નામ ટોકો છે, જે હવે કૂતરો બની ગયો છે. મનુષ્યમાંથી કૂતરો બનેલા આ ટોકોએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં જાપાનમાં રહેતી આ વ્યક્તિનું બાળપણથી જ સપનું હતું કે તે કૂતરા જેવું જીવન જીવે. જાપાનની એક પ્રોફેશનલ એજન્સી ઝેપેટ વર્કશોપ કંપનીએ વ્યક્તિના ચહેરાને કુલીમાં બદલ્યો છે જે કૂતરાની જાતિ છે. આ વ્યક્તિને કૂતરો બનવાનો એટલો શોખ હતો કે તેણે એના માટે 11 લાખ (લગભગ 2 મિલિયન જાપાનીઝ યેન) ખર્ચ્યા. આટલા રૂપિયામાં વ્યક્તિએ એવો કોસ્ચ્યૂમ તૈયાર કરાવ્યો, જેને પહેરીને તે એકદમ કૂતરા જેવો દેખાય છે. આ કોસ્ચ્યૂમમાં તેને ઓળખવો પણ મુશ્કેલ છે.

 

(6:21 pm IST)