Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ઓએમજી.....હોંગકોંગમાં પેટ ડોગ્સને વિદેશ લાવવા માટે માલિકો કરી રહ્યા છે આટલો ખર્ચો

 

નવી દિલ્હી: હોંગકોંગમાં હાલ પૅટ ડૉગ્સ પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરી રહ્યા છે. જી હા, કોરોનાકાળમાં ત્યાં એક રોચક ઘટનાક્રમ સામે આવ્યો છે. વાત એમ છે કે કોરોનાકાળમાં મોટી સંખ્યામાં લોકો જાપાન, સિંગાપોર, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જતા રહ્યા હોવાથી ઘણાના પાલતુ શ્વાન, બિલાડી, કાચબા કે પક્ષીઓ હોંગકોંગમાં રહી ગયા.જોકે, પૅટ ડૉગ્સના માલિકો તેમને લેવા માટે હોંગકોંગ જતાં ખચકાય છે, કેમ કે ત્યાં વિદેશથી આવનારાઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તોપણ હોટલમાં 21 દિવસ માટે ક્વોરેન્ટાઇન થવાના કડક નિયમો છે. હોટલનું લાખો રૂપિયાનું બિલ પોતાના ખિસામાંથી ચૂકવવું પડે છે. તેથી લોકો તેમના પાલતુ પ્રાણીઓને લાવવા પ્રાઇવેટ જેટ ભાડે કરી લે છે, કેમ કે જેટનું ભાડું મોંઘીદાટ હોટલ્સના ભાડાથી ઘણું ઓછું છે. વળી, એક તકલીફ પણ છે કે લોકો ફ્લાઇટમાં પોતાની સાથે પાલતુ પ્રાણીઓને નથી લઇ જઇ શકતા, કેમ કે કોરોનાકાળમાં સહપ્રવાસીઓ પ્રાણીઓની મુસાફરી સામે વાંધો ઉઠાવે છે. લોકોએ તેમનાં પાલતુ પ્રાણીઓને લાવવા એક જૂથ પણ બનાવ્યું છે. તેમાં તેઓ ભેગા મળીને પ્રાઇવેટ જેટ ભાડે કરી લે છે. હોંગકોંગમાં માત્ર ધનિક નહીં, મધ્યમ વર્ગના પૅટ ઓનર્સ પણ પ્રાઇવેટ જેટ ભાડે કરી રહ્યાં છે. પૅટ ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી ઓલ્ગા રદસ્કાનું કહેવું છે કે કોરોનાકાળમાં બિઝનેસ 700% વધ્યો છે.

(7:24 pm IST)