Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

નેધરલેન્ડમાં કોરોનાને વધતો અટકાવવા કર્ફ્યુ જેવો માહોલ

નવી દિલ્હી: વિશ્ર્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણના કારણે હજુ પણ લોકડાઉન સહિતની સ્થિતિ બની રહી છે અને બ્રિટનમાં તો સરકારે છેક જુલાઈના મધ્ય સુધી લોકડાઉન સહિતના પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી શકાય તેવી સતા પણ મેળવી લીધી છે.

    યુરોપના અનેક દેશોમાં પણ પ્રકારની સ્થિતિ છે જેમાં નેધરલેન્ડમાં સંક્રમણને ખાળવા માટે કર્ફયુ જેવી સ્થિતિ બનાવવામાં આવી છે તેની સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન શરુ થઈ ગયા છે. ડચ સતાવાળાઓએ તેના શહેરોમાં કર્ફયુ સામે વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કરવો પડયો હતા.

(5:04 pm IST)