Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ક્રિસમસ દરમ્યાન યુગલોનો જાતીય જીવનમાં રસ વધી જાય છે

લંડન તા. રપઃ અમુક ચોકકસ સીઝન દરમ્યાન યુગલોની જાતીય ઇચ્છાઓ વધી હોય છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટી અને પોર્ટુગલની એક ઇન્સ્ટિટયૂટના અભ્યાસકર્તાઓએ ભેગા મળીને એક રસપ્રદ તારણ કાઢયું છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં બાળકોના જન્મનો દર પીક પર હોય છે એનું કારણ કદાચ ક્રિસમસ અથવા તો ડિસમ્બર મહિનામાં આવતી રજાઓ અને સીઝનમાં આવતો બદલાવ હોઇ શકે છે. અભ્યાસકર્તાઓએ ૧૩૦ દેશોની સેકસને લગતી ગૂગલ-સર્ચનો ડેટા નોંધ્યો હતો. છેલ્લા એક દાયકાનાં પબ્લિક ટ્વીટ્સનો પણ સ્ટડી કર્યો હતો. વિશ્લેષણમાં નોંધાયું હતું કે ક્રિસમસ જેવા લાંબા તહેવાર દરમ્યાન સેકસ અથવા તો સેકસ્યુઅલ ટર્મ્સ બાબતે સૌથી વધુ વેબસાઇટ સર્ચ થાય છે. ૧૩૦ દેશના સપ્ટેમ્બર મહિનાના જન્મદરનો આંકડો પણ જાણે આ વાતની ચાડી ખાય  છે  કેમ કે મોટા ભાગના દેશોમાં સપ્ટેમ્બર મહિનાનો એવરેજ જન્મદર ઘણો જ ઊંચો છે.

(3:42 pm IST)