Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ભારતે મુક્યો વધુ 43 એપ્લિકેશન પર પ્રતિબંધ

નવી દિલ્હી: ભારતે વધુ ૪૩ મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્લિકેશનને ભારતની રક્ષા, સુરક્ષા અને સંપ્રભુતા માટે ખતરો જણાવવામાં આવી હતી. આ દરેક એપ્લિકેશન પર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન ૬૪એ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર તરફથી કઈ કઈ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનું લિસ્ટ પણ જાહેર કરી દેવાયું છે.

નોંધનીય છે કે આ પહેલા પણ ચાઈનીઝ કંપનીઓના ટિકટોક અને યુસી બ્રાઉઝર સબિત અનેક એપ્લિકેશનને સુરક્ષા અને એકતા માટે ભયજનક ગણાવતા કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ચીની કંપનીઓ અને એપ્લિકેશન પર પ્રતિબંધની ડિજિટલ સ્ટ્રાઈક કરવાનો ર્નિણય ભારત સરકારે એવા સમયમાં લીધો હતો જ્યારે એલએસી પર ચીન સાથે તણાવ ચાલી રહ્યો હતો.

(5:40 pm IST)
  • વૃંદાવનમાં વૈષ્ણવોની પરિક્રમાનો પ્રારંભ : હજારો વૈષ્ણવો જોડાયા access_time 12:52 pm IST

  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST