Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

કાર રેસમાં 19 કરોડની કાર દીવાલ સાથે અથડાઈ જતા ભારે નુકશાન

નવી દિલ્હી: નવી કારમાં કોઈ લીસોટા પાડે તો કાર માલીકની શી હાલત થાય? તે આપણે સૌ જાણીએ છીએ ત્યારે કાર ઈવેન્ટમાં 19 કરોડની કિંમતી કાર રેસમાં કંટ્રોલ બહાર નીકળી દિવાલ સાથે ટકરાતા કારને નુકશાન થતા ટ્રકમાં ચડાવી ગેરેજ સુધી પહોંચતી કર્યાનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. કાર ઈવેન્ટમાં ઘણા કાર માલીકો પોતાની જુની નવી કાર સાથે ભાગ લીધો તેમાં એક 19 કરોડની કિંમતવાળી કારના માલીકે ભાગ લીધો હતો.

રેસ દરમિયાન ફરારી એફ-40 કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર દિવાલ સાથે અથડાતા કારનો આગળનો હિસ્સો તુટી ગયો હતો. કાર ચાલક અને દિવાલ પાસે ઉભેલી એક મહિલાનો બચાવ થયો હતો. 19 કરોડની કિંમતી કાર ડેમેજ થતા તેને ટ્રકમાં ચડાવી જેનો સોશ્યલ મીડિયામાં ફોટો વાયરલ થયો છે.

 

(6:12 pm IST)