Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ટ્યુનિશિયામાં પ્રવાસીઓથી ભરેલ એક બોટ ડૂબી જવાથી 75 લોકો હજુ સુધી લાપતા:એકનું મૃત્યુ

નવી દિલ્હી: ટ્યુનિશિયામાં બુધવારે પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી જતાં 75 લોકો ગુમ થઈ ગયા છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન અને એક સુરક્ષા અધિકારીએ આ જાણકારી આપી. આઇઓએમએ જણાવ્યું હતું કે લિબિયામાં ઝવારાના દરિયાકિનારા પરથી ઉતર્યા બાદ સ્ફેક્સના દરિયાકાંઠે ડૂબી ગયેલી બોટમાંથી 24 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ટ્યુનિશિયન સુરક્ષા અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડને એક મૃતદેહ મળ્યો હતો. હવે તેઓ ગુમ થયેલા અન્ય 75 લોકોને શોધી રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં, ડઝનેક લોકો ટ્યુનિશિયાના દરિયાકાંઠે ડૂબી ગયા છે. જ્યારે હજારો લોકો ખતરનાક ભૂમધ્ય સમુદ્ર પાર કરી ચૂક્યા છે. 2021માં એક લાખ 23 હજારથી વધુ માઈગ્રન્ટ્સ ઈટાલી પહોંચ્યા હતાયુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) ના ડેટા દર્શાવે છે કે 2021 માં 1.23 મિલિયનથી વધુ સ્થળાંતર ઇટાલી આવ્યા હતા, જ્યારે 2020 માં આ સંખ્યા 95 હજારથી વધુ હતી.

(6:39 pm IST)