Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કેનેડાના આ શખ્સે વિશ્વની સૌથી મોટી દાઢી રાખવાનો રેકોર્ડ બનાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: કેનેડાના એક શીખે વિશ્વની સૌથી મોટી દાઢી રાખવાનો રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે તેની દાઢી પરના વાળ આશ્ચર્યજનક 8 ફૂટ અને 3 ઇંચ લાંબા માપવામાં આવ્યા હતા ત્યારે કેનેડાના આ શીખે જીવનમાં ક્યારે પણ દાઢી કરી નથી અને વિશ્વની સૌથી મોટી દાઢી માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, કેનેડાના રહેવાસીએ શરૂઆતમાં 2008માં તેની દાઢી માપી હતી જ્યારે તે 2.33 મીટર (7 ફૂટ 8 ઈંચ) લાંબી હતી. તેણે બિર્જર પેલાસ (સ્વીડન)ના 1.77 મીટર (5 ફૂટ 9 ઈંચ)ના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો. સરવને 2010માં ઈટાલીના રોમમાં લો શો ડેઈ રેકોર્ડના સેટ પર તેની દાઢીને ફરીથી માપી 2.495 મીટર (8 ફૂટ 2.5 ઈંચ) દાઢી સાથે તેનો રેકોર્ડ તોડ્યો હતો.પરંતુ જ્યારે 15 ઓક્ટોબર 2022ના રોજ ફરીથી માપવામાં આવી ત્યારે તે વધુ લાંબી થઈ ગઈ હતી.

સરવન, જે શિખ ધર્મનું પાલન કરે છે, તેમણે ક્યારેય પોતાની દાઢી કપાવી નથી. સરવને કહ્યું હતું કે, 17 વર્ષની ઉમરથી જ જ્યારે તેને દાઢી આવી ત્યારથી તેણે ક્યારે પણ કરાવી નથી.

 

(6:52 pm IST)