Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ફ્રાન્સમાં નિવૃત વય 64 કરવા મામલે 35 લાખ લોકો પ્રદર્શન પર ઉતર્યા

નવી દિલ્હી: ફ્રાન્સની સરકારે કર્મચારીઓની નિવૃત્તિની વય વધારીને ૬૪ કરી દેતા દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. વિરોધ સતત વધતો જાય છે અને પેરિસમાં જ ૧૦ લાખ કરતાં વધુ લોકોએ રેલી કાઢીને પ્રદર્શનો કર્યા હતા. ફ્રાન્સના અલગ અલગ શહેરોમાં ૩૫ લાખ લોકો પ્રદર્શનોમાં જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ બોર્ડો ટાઉન હોલમાં આગ લગાડી દીધી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પેરિસમાં પોલીસે ટીઅર ગેસના સેલ છોડયા હતા. પેરિસમાં અસંખ્ય લોકોની રેલીના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ફ્રાન્સમાં નિવૃત્તિ વય વધારવાનો સરકારે નિર્ણય કર્યો હતો અને સંસદમાંથી બિલને મંજૂરી મળી જતાં હવે એ કાયદો બની ગયો છે. એવી સ્થિતિમાં લોકોમાં વિરોધ વધતો જાય છે. પાટનગર પેરિસમાં ૧૦ લાખ લોકોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ પેરિસના બોર્ડોટાઉન હોલમાં આગ ચાંપી દીધી હતી. તેના કારણે પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીઅર ગેસના સેલ છોડયા હતા. આગ કોણે ચાંપી તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ ન હતી. પ્રદર્શન કરનારા લોકોમાંથી આગ ચાંપી હોવાથી પોલીસે ૮૦ શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી હતી. મજૂર સંગઠનોએ પ્રદર્શનો માટે લોકોને અને સરકારી કર્મચારીઓને આહ્વાહન આપ્યું હતું. મજૂર સંગઠન સીજીટીના કહેવા પ્રમાણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને ૩૫ લાખ લોકો આ પ્રદર્શનોમાં જોડાયા હતા. મજૂર સંગઠનોએ કહ્યું હતું કે નાના-મોટા બધા જ શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો થયા હતા. માત્ર બોર્ડો ટાઉન હોલમાં આગ ચાંપવાની એક હિંસક ઘટના બની હતી

(6:51 pm IST)