Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સીરીયામાં ૩૦ દિવસ સંઘર્ષ વિરામના નિર્ણયને યુએન સુરક્ષા પરિષદની મંજુરી

સીરીયા : સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સર્વ સંમતિ બાદ ૩૦ દિવસના સીરીયા સંઘર્ષ વિરામ પ્રસ્તાવને અનુમતી આપી છે. દરમિયાન પ્રભાવિત ક્ષેત્રમાં સ્વાસ્થય સહાય મોકલી શકાય.

દરમિયાન બિટન સ્થિત નિગરાણી સંગઠન સીરીયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટસે કહ્યું કે પ્રસ્તાવ પસાર થયાના થોડા સમય પછી પૂર્વ ઘોતામાં સીરીયાના જંગી વિમાોએ બોંબમારો કર્યો હતો.

(2:47 pm IST)
  • સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં રમાયેલી ટી -20 ક્રિકેટ સિરીઝના નિર્ણાયક મેચમાં ટીમ ઇન્ડિયાએ 7 રનથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે ભારતીય ટીમે વન-ડે સીરીઝ (5-1)થી જીત્યા બાદ ટી-20 સિરિઝમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 2-1થી કરારી હાર આપી છે. access_time 10:46 am IST

  • છોટાઉદેપુરના નસવાડી ખાતે બે ગામની મહિલાઓએ દારૂના ભઠ્ઠા પર રેડ પાડી છે. નસવાડીના વડીયા અને જેમલગઢ ગામની મહિલાઓ અને સ્થાનિકોએ પોલીસને સાથે રાખી રેડ પાડી હતી. અને દેશી દારૂ બનાવનારાઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. access_time 4:13 pm IST

  • હોળીના તહેવાર પર પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ માટે 4 જેટલી વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. આમાં મધ્ય-પૂર્વ રેલવે તરફથી 03561 આસનસોલ-પટના હોળી સ્પેશિયલ, 01657 હબીબગંજ-પટના, 08621 રાંચી-પટના, 03041 હાવડા-રક્સોલ ટ્રેનનો સમાવેશ થાય છે. access_time 4:06 pm IST