Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ઓએમજી....એરહોસ્ટેસની ડ્રેસ સાઈઝ પર રાખે છે વેઇટ પોલીસ નજર

નવી દિલ્હી: પ્રસિદ્ધ એમિરેટ્સ એરલાઇન્સના એપીયરન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામને લઈને મોટો ખુલાસો થયો છે. એમિરેટ્સના પૂર્વ કર્મચારી 36 વર્ષીય કાર્લા બેયસને કહ્યું છે કે આ પ્રોગ્રામ હેઠળ એરહોસ્ટેસના વજન પર નજર રાખવા માટે વેટ પોલીસ રાખવામાં આવી છે. તે એરહોસ્ટેસના વજન પર સતત નજર રાખે છે. વેટ પોલીસ એરપોર્ટ પર કેબિન ક્રૂના વજનનું રેન્ડિંગ ચેકિંગ સાથે એરહોસ્ટેસની ડ્રેસ સાઈઝ પર પણ નજર રાખે છે. એરહોસ્ટેસને એરલાઇન્સથી મળતા ડ્રેસ સાઈઝનો સંપૂર્ણ રેકોર્ડ રાખવામાં આવે છે. જો અેરહોસ્ટેસની સાઈઝ જરાક પણ વધે તો તેને એરપોર્ટ પર જ અટકાવી દેવાય છે. સાથે જ ક્રૂના સભ્યોના પગારમાં પણ કાપ મુકાય છે. કાર્લા કહે છે કે આ વેટ પોલીસ એટલી કડક હોય છે કે તેમની પાસે ક્રૂ મેમ્બરનું વજન વધવાની ફરિયાદ પહોંચતા જ તાત્કાલિક વિભાગીય કાર્યવાહી શરૂ થઈ જાય છે. સાથે જ એરલાઇન્સ એર હોસ્ટેસના લુક્સને લઇને પણ કડક રહે છે. કોઈપણ એરહોસ્ટેસના શરીર પર કોઈ પણ દેખાતા ટેટૂ ન હોવા જોઈએ.

 

(6:04 pm IST)