Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સિરિયાની સરકારે બહાર પાડી 5 હજાર લીરાની નવી નોટ

નવી દિલ્હી: કોરોના કટોકટી વચ્ચે મોંઘવારીએ માથુ ઉંચક્યુ છે અને મોટાભાગની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. સિરિયામાં પણ મોંઘવારી આસમાને પહોંચી છે, સ્થિતી એવી સર્જાઇ છે કે સિરિયાની સરકારને હવે 5 હજાર લીરાની નવી નોટ જારી કરવી પડી છે, સિરિયાનાં ચલણમાં હોય તેવી આ સૌથી મોટી નોટ છે, સિરિયાની કેન્દ્રીય બેંકએ નવી નોટ અંગે કહ્યું કે બજારની જરૂરીયાતને પુરી કરવા માટે આ નોટ જારી કરવામાં આવી છે, આ બેંક નોટમાં એક તરફ સિરિયાનાં ઝંડાને સલામી આપતા સૈનિકની તસવીર છે.

           સિરિયા લગભગ એક દશકાથી ગૃહ યુધ્ધ સામે ઝઝુમી રહ્યું છે, વર્ષ 2011માં સ્થાનિક સંકટનો આરંભ થયા બાદ સિરિયાનું ચલણ લીરા સતત નબળું પડી રહ્યું છે, 10 વર્ષ પહેલા એટલે કે 2011માં એક ડોલર બરાબર 47 લીરા હતા, જે હવે નબળું પડીને 1 ડોલરનાં 1250 મળી રહ્યા છે, ખુલ્લા બજારમાં લગભગ 2500 સુધી પહોચ્યું છે.

(6:05 pm IST)