Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

અમેરિકાની ચૂંટણીના બે સપ્તાહ પહેલા રશિયન હેકર્સ રાજ્યોના નેટવર્ક પર હુમલો કરી ડેટા ચોરીનો આરોપ

નવી દિલ્હી: અમેરિકાની ચૂંટણીના બે સપ્તાહ પહેલાં રશિયન હેકર્સે રાજ્યોના નેટવર્ક પર હુમલો કરીને ડેટા ચોરી કરી હોવાનો આરોપ અમેરિકન અધિકારીએ લગાવ્યો હતો. અમેરિકાએ મતદારોન સાવધાન રહેવાની ભલામણ કરી છે. અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે રશિયાના હેકર્સે અમેરિકન રાજ્યોના લોકલ નેટવર્કને નિશાન બનાવીને ડેટા ચોરી લીધો છે. લગભગ બે સર્વસમાંથી ડેટા ચોરી થયાનું કહેવાય છે.

          અમેરિકાના ગૃહ મંત્રાલય અને એફબીઆઈએ એક એડવાઈઝરી બહાર પાડીને મતદારોને સાવધાન રહેવાની ભલામણ કરી છે. ચૂંટણીમાં પ્રભાવ પાડવા માટે રશિયાના હેકર્સ મતદારોનો સંપર્ક કરી શકે છે એવું કહીને અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેક ન્યૂઝ કે એવી કોઈ માહિતીના આધારે મતદારોના માનસને પરિવર્તિત કરવાની કોશિશ છેલ્લી ઘડી સુધી થઈ શકે છે. અમેરિકન અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે રાજ્યોના નેટવર્કમાં જે સાઈબર હુમલો થયો તેની પાછળ ડ્રેગન ફ્લાય અને એનર્જેટિક બાર નામના હેકર્સના જૂથે ભાગ ભજવ્યો હતો. આ હેકર્સ રશિયન હોવાનું કહેવાયું હતું.

(5:36 pm IST)