Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

જમ્મુ-કાશ્મીરના કેરાન સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ક્વોડકોપટરને તોડી પાડ્યું

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના કેરાન સેક્ટરમાં ભારતીય સેનાએ એક પાકિસ્તાની ક્વોડકોપ્ટરને તોડી પાડ્યું છે. આ ઘટના સવારે આઠ વાગ્યેની હોવાનું જાણવા મળે છે. જ્યારે એક પાકિસ્તાની ક્વૉડકોપ્ટર એલઓસી (લાઇન ઓફ કંટ્રોલ) ઉપર ફરતું જોવા મળ્યું હતું.

         પ્રારંભિક માહિતી અનુસાર આ પાકિસ્તાની ક્વૉડકોપ્ટર ચીનની કંપની ડીજેઆઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ક્વૉડકોપ્ટરના મોડેલને મેપિક 2 પ્રો તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. હકીકતમાં, પાકિસ્તાન આ દિવસોમાં ડ્રોન દ્વારા જમ્મુ-કાશ્મીરની સરહદમાં શસ્ત્રો અને દારૂગોળો મોકલીને ઘુસણખોરી કરવામાં નિષ્ફળ જાય છે.

(5:34 pm IST)