Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

એરલાઇન્સ કંપની વિસ્તારા 7 નવેમ્બરથી દિલ્હી-પેરેસ વચ્ચેની સીધી ફ્લાઇટ શરૂ કરશે

નવી દિલ્હી: એરલાઈન્સ કંપની વિસ્તારાએ નવેમ્બરથી દિલ્હી અને પેરિસ વચ્ચે સીધી ફલાઈટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રૂટ પર વિસ્તારા બોઈંગ ૭૮૭-૯૦૦ (ડ્રીમલાઈનર) વિમાનનું સંચાલન કરશે. વિસ્તારાએ જણાવ્યું હતું કે દિલ્હી અને પેરિસ વચ્ચે અઠવાડિયામં બુધવાર અને રવિવાર એમ બે વખત સીધી ફલાઈટ રવાના થશે. પ્રવાસીઓને ફલાઈટનું ભાડું રૂપિયા ૧૯,૩૦૧ ચૂકવવૂ પડશે,જેમાં ફૂડ સર્વિસનો સમાવેશ છેવિસ્તારાની ફલાઈટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

(6:08 pm IST)