Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નાઈજિરીયાની રાજધાની કોંગી સ્ટેટ્નના લોકજા શહેરમાં પેટ્રોલ ટેકરમાં વિસ્ફોટ થતા 13થી વધુ અધિકારીઓના મૃત્યુ

નવી દિલ્હી:નાઈજિરીયાની રાજધાની કોંગી સ્ટેટના લોકજા શહેરમાં એક વાહનથી ટકરાયા પછી પેટ્રોલ ટેકરમાં થયેલ જોરદાર વિસ્ફોટમાં 13થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 30લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

       મળતી માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં ઉભેલ 10 વાહનને પણ નુકશાન પહોંચ્યું છે. હજુ સુધી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોનો આંક નક્કી થયો નથી.

(6:18 pm IST)