Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

અંદાજે બે દાયકા પછી બેજિંગ નજીક લુપ્ત થયેલ દુર્લભ પ્રજાતિના ચીની દીપડા જોવા મળ્યા

નવી દિલ્હી: પર્વતોમાં જીવન ટકાવવા જેવા વાતાવરણમાં સુધારો થતાં બે દાયકા કરતાં પણ વધુ સમય પછી બેજીંગ પાસે તેમના પરંપરાગત પર્વતીય રહેઠણોમાં લુપ્ત થઇ રહેલા દુર્લભ પ્રજાતીના ઉત્તરીય ચીની દીપડા દેખાયા હતા, એમ એક અધિકારીએ કહ્યું હતું. એ વિસ્તારના વાતાવરણ અને પર્યાવરણમાં સુધારો થતાં દીપડાની વસ્તીમાં વધારો થતો જાય છે એ સાબીત થયું હતું, એમ સરકારી સમાચાર સંસ્થાએ આજે કહ્યું હતું.

         ચીની દીપડા તરીકે પણ જાણીતા આ દીપડા ચીનમાં પ્રથમ શ્રેણીનો વર્ગીકૃત પ્રાણી મનાય છે. એક સમયે આ દીપડાઓની મોટી વસ્તી બેજીંગ પ્રાંતના હેબેઇ, શાંકસી અને અન્ય ઉત્તર ચીનના અન્ય વિસ્તારોમાં મળતી હતી.જો કે ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં જંગલોની કાપણી અને ગેરકાયદે શિકારના કારણે તેમની વસ્તીમાં ખુબ મોટો ઘટાડો થયો હતો.વર્ષ ૨૦૦૮ સુધીમાં આ દીપડાઓની વસ્તી ૫૦૦ કરતાં પણ ઓછી થઇ ગઇ હતી અને તેમના રહેઠાણોમાં ૮૦ ટકાનો ઘટાડો થયો હતો.

(6:17 pm IST)