Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

હાર્ટએટેકને કારણે ડેડ થયેલ કોશિકાઓને હવે ફરીથી જીવિત કરી શકાશે

નવી દિલ્હી: હાર્ટએટેક બાદ પણ આપનું હૃદય ધબકતું રહી શકે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા હાલમાં કરવામાં આવેલી એક શોધમાં આ વાત સામે આવી છે. વિજ્ઞાનીઓને પોતાની શોધમાં જાણવા મળ્યું કે હાર્ટએટેકથી ડેડ થનારા સેલને હોર્મોનના માધ્યમથી ફરી જીવિત કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ બિલકુલ નેચરલ છે. જે જીન થેરપી પ્રક્રિયાઓના મામલામાં પણ ઘણું ફાયદારૂપ સાબિત થશે. હાલ આ પ્રયોગ ઉંદર પર કરવામાં આવ્યો છે. તેને મનુષ્યોમાં પ્રયોગ કરવાનો હજુ બાકી છે. જો આ પરીક્ષણ મનુષ્યો ઉપર પણ કારગર થઈ જાય છે તો શક્ય છે કે એ લોકોને બચાવવા સરળ થઈ જશે જેમને હાર્ટએટેક આવ્યો છે. જોકે ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગમાં એક સિન્થિટક મેસેન્જર રાઇબોન્યૂક્લિક એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેકનીકમાં એમઆરએનએ ડીએનએ અનુક્રમોનું એક બ્લૂપ્રિન્ટ બનાવે છે જેને શરીર પ્રોટીન બનાવવા માટે ત્યાં ઉપયોગ કરે છે જ્યાં પ્રોટીન આપણી કોશિકાઓને બનાવે અને નિયંત્રિત કરે છે. વિજ્ઞાનીઓનો આવું કરવાનો ઉદ્દેશ્ય એમઆરએનએમાં ફેરફાર કરીને અલગ-અલગ જૈવિક પ્રક્રિયાઓ માટે અલગ-અલગ નિર્દેશ આપવાનો છે.

(6:22 pm IST)