Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સામાન્ય અજવાળાથી પણ ઊંઘમાં પડી શકે છે ખલેલ:વૃદ્ધ લોકોને રહે છે બીમારીનું જોખમ વધારે

નવી દિલ્હી  : તમે જે ઓરડામાં સૂઈ જાઓ ત્યાં પ્રકાશ પણ ઊંઘમાં ખલેલ પાડવા કાફી છે. ખાસ કરીને એ લોકોને જેમને અનિદ્રા કે ઉંઘ પૂરી નહીં થતી હોવાની ફરિયાદ હોય છે. તેનાથી વૃદ્ધોને ગંભીર શારીરિક મુશ્કેલીઓ પડે છે. હાલમાં જ શિકાગોમાં થયેલા એક સંશોધનમાં સામાન્ય રોશનીના સંપર્કમાં આવવાથી પુરુષો અને મહિલાઓ બંનેમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરનો ખતરો વધ્યો હોવાનું માલુમ પડ્યું. સંશોધકોએ 63થી 84 વર્ષની ઉંમરનાં 552 પુરુષ અને મહિલાઓને એક એક્ટિગ્રાફ (ઊંઘને સેન્સર કરતું બેન્ડ) આપ્યું અને 24 કલાક ઊંઘ અને જાગવાની ગતિવિધિની તુલના કરી. આ અંગે શિકાગોમાં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી ફિનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રો. ફિલિસ જી કહે છે કે લોકોએ ઊંઘમાં કોઈ પણ પ્રકારના પ્રકાશમાં આવતા બચવું જોઈએ. અમે 20 વર્ષની ઉંમરના સ્વસ્થ લોકોમાં પણ ઊંઘમાં પ્રકાશની ભૂમિકા તપાસી છે. આ માટે તેમને સામાન્ય પ્રકાશમાં સૂવાનું કહેવાયું હતું. આ બધાનું બ્લડપ્રેશર, શુગર અને હાર્ટબીટ અમે રેકોર્ડ કરી છે. સામાન્ય પ્રકાશ આંખો પર પડતા જ ઊંઘ ઊડી ગઈ હતી. જ્યારે તેઓ સૂઈ ગયા, ત્યારે પણ તેમને ઊંઘ પૂરી નહીં થવાની ફરિયાદ હતી. આ દરમિયાન ખબર પડી કે અડધાથી પણ વધુ લોકો અંધારામાં પાંચ કલાક સળંગ ઓછું સૂવે છે. ઓરડામાં 53%થી વધુ પ્રકાશમાં સૂઈ જવાથી સ્થૂળતા, શુગર અને હાઈ બ્લડપ્રેશરની આશંકા રહે છે. આ ઉપરાંત રાત્રે મોડા સૂઈ જતા લોકોમાં પણ હૃદયરોગનું જોખમ વધુ રહે છે.

(6:21 pm IST)