Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

પોતાની વધતી ઉમર કરતા યંગ દેખાવા માટે શુદ્ધ ઓક્સિજન લેવું હિતાવહ:સંશોધન

નવી દિલ્હી: પોતાની વધતી ઉંમર રોકવી બધાને પસંદ હોય છે આથી ઘણી વખત લોકો પોતાની સાચી એજ છુપાવતા હોય છે પણ તમને એવી જાણ થાય કે વધતી ઉમરને રોકી શકાય તો તે નુસખો અચૂક લોકો અપનાવે જ. જો કે હવે વાસ્તવમાં શક્ય છે કે ઉંમર વધવાની સ્પીડ ઘણી ધીમી કરી શકાય છે.

તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે શુદ્ધ ઓક્સિજનથી ઉંમર વધવાની ગતિને મંદ પાડી શકાય છે. રીસર્ચમાં કેટલાક લોકોને એક પ્રેશરથી ભરાયેલા ઓક્સિજન ચેમ્બરમાં રાખવામાં આવ્યા હતાં. ત્યાર બાદ તેનામાં અનેક બદલાવો નોંધાયા. વિજ્ઞાનીઓએ જાણ્યું કે ઓક્સિજન ચેમ્બરમાં રખાયેલા લોકોનાં શરીરમાં ક્રોમોસોમમાં રહેલ ટેલોમેર્સની માત્રામાં ૨૦ ટકાથી વધુ વૃદ્ધિ થઈ હતી. ટેલોમેરને ક્રોમોસોમનું કેપ માનવામાં આવે છે જે ક્રોમોસોમનું રક્ષણ કરે છે. જેથી વ્યક્તિની વૃદ્ધ થવાની સ્પીડ ખૂબ ઓછી થઈ જાય છે. ઉંમરની સાથે ટેલોમેર નાણા થાય છે અને તેના કારણે કેન્સર, અલ્ઝાઇમર અને પાર્કિસન જેવી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

(5:18 pm IST)