Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ચીનથી આવતી પીળી ધૂળના કારણોસર નોર્થ કોરિયાએ બારી બંધ રાખવાનો પ્રતિબંધ લગાવી દીધો

નવી દિલ્હી: ચીન તરફથી પવનમાં પીળા રંગની ધૂળ આવી રહી હોવાથી નોર્થ કોરિયાએ પોતાના દેશવાસીઓને ઘરની બારી સુદ્ધાં ખોલવા પર પ્રતિબંધ લાદ્યો હતો.ગુરૂવારે પ્યોંગયાંગમાં લોકો રેનકોટ પહેરીને બહાર ફરતા હતા. કેટલીક સડકો પર નિર્જનતા હતી. વરસાદ નહોતો તો પણ લોકો રેનકોટ કેમ પહેરીને ફરતાં હશે એવા સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન તરફથી પીળા રંગની ધૂળ આવી રહી હતી જે ચેપી રોગની વાહક હોઇ શકતી હતી.

ગઇ કાલ સુધી નોર્થ કોરિયાનો એવો દાવો હતો કે અમારે ત્યાં કોરોનાનો એક પણ કેસ થયો નથી. પરતુ બુધવારે 21મી ઓક્ટોબરે સરકારે અચાનક જાહેર કર્યું હતું કે ચીન તરફથી પીળા રંગની જે ધૂળ પવનમાં આપણી તરફ આવી રહી હતી કોઇ પ્રકારના ચેપી રોગના વાઇરસ લાવનારી હોઇ શકે છે. માટે તમારે ઘરમાં પૂરાઇ રહેવું. એટલે ગુરૂવારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ હતી. સડકો પર ચકલુંય ફરકતું દેખાતું નહોતું.

(5:38 pm IST)