Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમેરિકાની આ ચાર કંપનીઓએ અફઘાનિસ્તાનમાં યુદ્ધમાં કરી જોરદાર કમાણી

નવી દિલ્હી  : 30 ઑગસ્ટે અફઘાનિસ્તાનમાં હાજર અમેરિકાના સૈનિકોએ કાબુલ છોડ્યું તે સાથે જ લાંબા સંઘર્ષનો અંત આવ્યો. તેની પાછળ અમેરિકાની તિજોરીના 2.3 ટ્રિલિયન ડૉલર વપરાઈ ગયા, તેવો અંદાજ બ્રાઉન યુનિવર્સિટીના કૉસ્ટ ઑફ વૉર પ્રોજેક્ટનો છે. તાલિબાને સત્તા કબજે કરી લીધી અને અંધાધૂંધી વચ્ચે અમેરિકાની સેનાએ દેશ છોડવો પડ્યો તેના કારણે કેટલાક વિશ્લેષકોએ આ યુદ્ધને નિષ્ફળ પણ ગણાવ્યું છે.

2001થી 2013 સુધીમાં કુલ $ 2.3 ટ્રિલિયન ડૉલર ખર્ચાયા, તેમાંથી લગભગ 1.05 ટ્રિલિયનનો ખર્ચ સંરક્ષણ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં કામગીરી માટે કર્યો હતો. આમાંથી ઘણી મોટી રકમ અફઘાનિસ્તાનમાં આ કામગીરીમાં સહાયરૂપ થનારી ખાનગી કંપનીઓને ચૂકવવામાં આવી હતી.

અફઘાનિસ્તાનમાં કૉન્ટ્રૅક્ટરો અનેક કામો કરતા જેમકે સફાઈથી લઈને રાંધવાનું કામ, કૉન્ટ્રૅક્ટરો નાજુક સૈન્ય સામાનની સંભાળ પણ લેતાકેલિફોર્નિયા યુનિવર્સિટીના કૅનેડી સ્કૂલ ઑફ ગવર્નમેન્ટના પ્રોફેસર લિન્ડા બિલમીઝ કહે છે, "આ યુદ્ધમાં અમેરિકાના ઘણા ઓછા સૈનિકો હતા - બધા સ્વંયસેવકો જ હતા અને તેમની મદદે મિલિટરી કૉન્ટ્રૅક્ટરો હતા. અમેરિકી સૈનિકો કરતાં બમણી સંખ્યામાં ખાનગી કૉન્ટ્રૅક્ટરો હતા."

(6:30 pm IST)