Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સના પર્વતો પર વીજળીને લેસરની મદદથી રોકવાનો અનોખો પ્રયોગ શરૂ

નવી દિલ્હી:  સ્વિત્ઝર્લેન્ડના આલ્પસના પર્વતો પર વીજળીને લેસરની મદદથી રોકવાનો અનોખો પ્રયોગ ચાલે છે. આકાશીય વીજળીને જમીન પરથી લેઝર લાઇટ ફેંકીને નિયંત્રિત કરી શકાય છે એવી આશા સાથે યુનિવર્સિટી ઓફ જીનિવાના વૈજ્ઞાનિકો રાત દિવસ મથી રહયા છે.

વૈજ્ઞાનિકોએ સેંટિસ રેડિયો ટ્રાંસમિશન ટાવરની ટોચ પર એક મોટી લેઝર લાઇટ ફિટ કરી છે જે વીજળી પેદા થવાની સાથે જ આકાશમાં લેઝર છોડશે. આ પ્રયોગ એક આધુનિક લાઇટનિંગ રોડની જેમ કામ કરશે. સંશોધકોની ટીમને સ્વિત્ઝર્લેન્ડના વિજ્ઞાની જીન પિયરે નેતૃત્વ આપી રહયા છે. સૌ જાણે છે કે લેઝર એકદમ પાતળી અને ઉચ્ચ ઉર્જા ધરાવતો પ્રકાશ છે. તેનો ઉપયોગ કઠણમાં કઠણ હીરાને કાપવાથી માંડીને સર્જરી અને બારકોડ રિડિંગ માટે થાય છે. જીન પિયરે આ લેઝર દ્વારા લોકોને આકાશીય વીજળીથી બચાવવા માંગે છે. આ પ્રયોગમાં પેરિસ યુનિવર્સિટી,લૉઉસેન યુનિવર્સિટીના વૈજ્ઞાનિક, રોકેટ બનાવતી કંપની એરિયન ગ્રુપના સાઇન્ટિસ્ટસ અને જર્મનીની હાઇજેક કંપનીના સંશોધકો જોડાયેલા છે. આ પ્રયોગ કોરોના મહામારીના કારણે સ્થિગત રાખવામાં આવ્યો હતો પરંતુ હવે ૮૨૦૦ ફુટની ઉંચાઇ પર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ માટે યુરોપિયન કમિશન ફંડ આપી રહયું છે. યુરોપનું આ જ એક માત્ર સ્થળ છે જયાં સુધી વધારે વીજળી પડે છે. અહીંયા એક રેડિયો ટ્રાંસમિશન છે જેના પર વર્ષમાં ૧૦૦ થી ૪૦૦ વાર વીજળીનો ભોગ બને છે આથી જ તો આ સ્થળને પ્રયોગભૂમિ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. જયારે તોફાની વાદળોની હવા એકબીજાને ટકરાય છે ત્યારે તેમાં રહેલા આઇસ ક્રિસ્ટલ અને પાણીના બુંદ એક બીજા સાથે ઘસાય છે તેમાંથી જે ઇલેકટ્રોન નિકળે છે તે એક પ્રકારનો ચાર્જ પેદા કરે છે જે ઓપોઝિટ ચાર્જને પોતાની તરફ ખેંચે છે.

(6:29 pm IST)