Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઓસ્ટ્રેલિયામાં આઇએમજી દ્વારા હાથ ધરાયેલ અભ્યાસમાં સામે આવ્યું અનોખું સત્ય:મોટરિસ્ટ કરતા મોટરસાયકલિસ્ટ વધુ આનંદી છે

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના આઈએમજી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું છે કે સરેરાશ મોટરીસ્ટ કરતા મોટરસાયકલીસ્ટ વધુ આનંદી છે. અભ્યાસમાં 82% રાઈડરોએ જણાવ્યું હતું કે બાઈકસવારી તેમને સુખ આપે છે. માત્ર 55% મોટરચાલકોએ આવું સુખ અનુભવ્યું હતું.

              યુપીએસએના સીમેલ ઈન્સ્ટીટયુટ ફોર ન્યુરોસાયન્સ એન્ડ હ્યુમન બિહેવીઅરના અભ્યાસમાં બાઈકસવારી પહેલા કાર ચલાવવી અને વિશ્રામ પહેલા દરમિયાન અને પછીના સંજોગોની બ્રેઈન એકટીવીટી નોંધવામાં આવી હતી, બાઈક રાઈડના કારણે સ્ટ્રેસના બાયોમેકર્સમાં 28%નો ઘટાડો જોવા મળ્યો હતો. બાઈક ચલાવવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને લાભ થાય છે. ટ્રાફીકમાં ફસાવાના ડરથી આપણામાંના ઘણાં ચાર પૈડાનું વાહન-કાર ચલાવવાનું ધિકકારે છે. બાઈક જામમાં ફસાવાની શકયતા ઓછી હોઈ, બાઈક ચિંતા ઘટાડે છે. તમે જયારે મોટરસાયકલ ચલાવતા હો ત્યારે તમારી આંખ અને કાન રસ્તા પર હોય છે. આવા સેન્સરી ફોકસનો અર્થ એ થયો કે રાઈડર્સ બાજુબાજુ શું બને છે તે પરત્વે વધુ એલર્ટ હોય છે. આ કારણે તેમની બ્રેઈન એકટીવીટી મળે છે.

(6:05 pm IST)