Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

વિશ્વ આખામાં 2.5 બિલિયન ટન ભોજન વેડફાતું હોવાનું એક સંશોધન

નવી દિલ્હી: આપણી સંસ્કૃતિમાં અન્નને દેવતાં માનવામાં આવે છે.પરંતુ વિશ્ર્વભરમાં ખુબ મોટા પ્રમાણમાં ભોજન વેડફાય રહ્યું છે. આ સમસ્યા ખુબ જ મોટી છે.એક રિપોર્ટ મુજબ દુનિયાભરમાં બે બિલિયન ટનથી વધુ ભોજનનો ઉપયોગ જ નથી થતો એટલે કે તે વેડફાય જાય છે આ સંખ્યા પહેલાની સરખામણીએ લગભગ બેગણી છે.વૈશ્ર્વીક કક્ષાએ કરેલા રિપોર્ટ મુજબ 2.5 બીલીયન ટન ભોજન ખેતરમાં રીટેલ વેપારી અથવા વપરાશકર્તા દ્વારા વેડફાય છે. જે ઉત્પાદનમાં 40 ટકા છે. રીપોર્ટનાં જણાવ્યા મુજબ આ આંકડો પુર્વ અનુમાનથી અંદાજે 1.2 બીલીયન ટનથી વધુ છે જળવાયુ પરિવર્તન પરની અસરો મેળવતી પેનલ મુજબ, ખાદ્ય અપશિષ્ટનો આ આંકડો વૈશ્ર્વીક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનાં 10 ટકા ભાગ માટે જવાબદાર છે. સંયુકત રાષ્ટ્રનાં ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 2011 માં ખેતરમાંથી કુલ નુકશાન અને કચરાનું વિશ્ર્લેષણ કરવામાં જોવા મળ્યુ હતું. જેમાં તે 33 ટકા જોવા મળ્યુ હતુ.નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આ સમસ્યા આપણે વિચારીએ છીએ તેમાંથી પણ મોટી હોય છે. આ માટે ઉચ્ચ તેમજ મધ્યમ આવકવાળા દેશો ભોજનને વેફડવામાં વધુ જવાબદાર છે.

(4:51 pm IST)