Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કોરોના સંક્ર્મણ પછી રહે છે ડાયાબિટીઝ થવાનો ભય:લોકોમાં ફફડાટ જોવા મળ્યો

નવી દિલ્હી: દેશ અને દુનિયામાંથી હજું કોરોના વાયરસે કાયમી વિદાય લીધી નથી. વિદેશમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળતા ફફડાટ વ્યાપી ગયો છે. આપણા દેશમાં ઘણા લોકોએ કોરોનાને ગંભીરતાથી લેવાનું બંધ કર્યું છે. હજું પણ ઘણા લોકો માસ્ક પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી. આ વાયરસને લઈને ઘણું બધું રીસર્ચવર્ક થઈ રહ્યું છે.

તાજેતરમાં થયેલા રીસર્ચ પરથી ડૉક્ટરે લોકોને કહ્યું છે કે, જે વ્યક્તિ ડાયાબીટીસથી પીડિત છે તેમણે કોરોનાથી સાવચેતી રાખવી જોઈએ. અન્ય એક અભ્યાસના રીપોર્ટ અનુસાર કોરોના વાયરસને કારણે ડાયાબિટીસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે મહામારી વચ્ચે ચિંતાનો વિષય છે. કોરોના વાયરસની શરૂઆત જ્યારે થઈ ત્યારે મૃત્યુ પામનારા મોટાભાગના લોકો એવા હતા જેમને કાં તો હ્દયરોગ હતો અથવા તો ડાયાબિટીસ હતું. એવા પણ કેટલાક કેસ સામે આવ્યા છે જેમાં દર્દીને ડાયાબિટીસ ન હતું પણ એમને કોરોના થયા બાદ ડાયાબિટીસ ડિટેક્ટ થયું હતું.

(5:34 pm IST)