Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

૧૪ પ્રકારના જીન્સ ચહેરાનો શેપ નકકી કરે છે

નવી દિલ્હી, તા. ૨૨ :  કોઇ પણ ગુનો થાય ત્યારે શકમંદનો સ્ક્રેચ બનાવવા માટે સારા આર્ટિસ્ટની મદદ લેવામાં આવે છે, પણ હવે ક્રાઇમ સીન પરથી મળેલા DNAના આધારે ફોરેન્સિક એકઝામિનરો શકમંદનો ચહેરો આબેહૂબ બનાવી શકશે. અમેરિકામાં પિટસબર્ગ યુનિવર્સિટીમાં આ વિશે થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, માનવીનો ચહેરો ૧૪ પ્રકારના જીન્સ નકકી કરે છે. આંખ અને નાક વચ્ચે કેટલી જગ્યા હોય, નાક કયા પ્રકારનું હોય અને ચહેરો ગોળ હોય કે લંબચોરસ એ માત્ર ૧૪ જીન્સ નકકી કરે છે. આના લીધે હવે સ્કલ અને ફેશ્યલ રીકન્સ્ટ્રકિટવ સર્જરી માટે ડોકટરો DNAનો ઉપયોગ કરશે. જયારે ઈતિહાસકારો પણ વર્ષો પહેલાં થઇ ગયેલા લોકોના DNAના આધારે તેમનો મૂળ ચહેરો કેવો હતો એ શોધી શકશે.

(4:27 pm IST)