Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કમર અને સાથળની સાઇઝ કહેશે ડાયાબિટીઝનું જોખમ છે કે નહીં

નવી દિલ્હી તા. રરઃ દિલ્હીમાં સર ગંગારામ હોસ્પિટલ અને અલાહાબાદની મોતીલાલ નેહરૂ મેડિકલ કોલેજના રિસર્ચરોએ શોધી કાઢયું છે કે કમર અને સાથળની સાઇઝના આધારે ડાયાબિટીઝનો ખતરો છે કે નહીં એની ખબર પડી શકે છે. જે લોકોની કમરની સાઇઝ વધારે અને સાથળની સાઇઝ ઓછી હોય તેમને ડાયાબિટીઝ થવાનો ખતરો વધારે છે, પણ કમરની સાઇઝ ઓછી હોય અને સાથળની સાઇઝ વધારે હોય તો ટાઇપ ટુ ડાયાબિટીઝ થવાનું જોખમ ઓછું છે. કમર અને સાથળની સાઇઝનો રેશિયો ર.૩ થી વધારે હોય તો ડાયાબિટીઝ થવાના ચાન્સ ૯૦ ટકા છે. ર૦૧૩ થી ર૦૧૬ સુધી આશરે ૧૦પપ દરદીઓ પર કરવામાં આવેલી રિસર્ચ બાદ આવું તારણ કાઢવામાં આવ્યું છે. વિશ્વમાં હાલમાં ૪૧.પ કરોડ લોકોને ડાયાબિટીઝ છે અને ર૦૪૦ સુધીમાં આ આંકડો ૬૪.ર કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

(3:41 pm IST)