Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

આ ૧૨ સેકટરમાં સાઉદી ખાતે વિદેશીઓ પર મનાઇ

ભારતીય રોજગાર વાંચ્છુઓને આંચકોઃ ત્યાંના લોકોને વધુ રોજગાર આપવાનો આશય

 સાઉદીમાં વધતી જતી બેરોજગારીના પગલે સાઉદી અરેબીયાએ ૧૨ સેકટરમાં કામ કરવા પર વિદેશી નાગરીકો પર પ્રતિબંધ મુકયો છે.

 આ ૧૨ સેકટરમાં હવે વિદેશી નાગરીકો હવે કામ કરી નહિ શકે. સ્થાનિક લોકોને વધારે રોજગારી આપવા સરકાર ઇચ્છતી હોવાનો હેતુ છે.

 સાઉદી અરેબીયામાં આ નવો કાયદો સપ્ટેમ્બરથી તબકકાવાર વિવિધ સેકટરોમાં અમલી બનશે.  આ કાયદાની અસર મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો પર થશે. કારણકે સાઉદી અરેબીયામાં અંદાજે  ૧.૨૦ કરોડ વિદેશી નાગરીકો કામ કરે છે. જેમાં ૩૦ લાખથી વધુ તો ભારતીયો જ છે. 

ઘડીયાળની દુકાન, ચશ્માની દુકાન, મેડીકલ સ્ટોર, ઇલેકિટ્રકલ અને ઇલેકટ્રોનીક દુકાન, કાર સ્પેર પાર્ટસ, બિલ્ડીંગ મટેરીયલ, કાર્પેટ, હોમ ફ નચર અને રેડીમેડ ઓફિસ, મટેરિયલ, વાસણોની  દુકાન, કેક અને પ્રેસ્ટીની દુકાન અને રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રનો સમાવેશ થાય

 ભારતના કેરળ રાજયમાંથી દર વર્ષે અંદાજે ૫,૭૪,૦૦૦ લોકો સાઉદી અરેબિયામાં નોકરી માટે જાય છે. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૮થી નીચેના સેકટરમાં અમલ થશે. જેમ (૧) કાર અને મોટરબાઇક શો રૂમ, (૨) રેડીમેડ કપડાંના શોરૂમ , (૩) ઘર અને ઓફિસ ફનીચર સ્ટોર, (૪) હોમ  એપ્પલાઇસીસ અને રસોડાના ઉપયોગી વસ્તુઓનો સ્ટોર

 ૯ નવેમ્બર ૨૦૧૮થી  નીચેના  સેકટરમાં અમલ થશે. જેમા  (૧) ઇલેકટ્રીક સ્ટોર, (૨) ઘડીયાળની દુકાન,  (૩) ચશ્મા અને ગોગ્લ્સ દુકાનની દુકાન

  જાન્યુઆરી ૨૦૧૯થી નીચેના સેકટરમાં અમલ થશે જેમા મેડીકલ  ઇકવીપમેન્ટ અને સપ્લાય સ્ટોર (૨) બિલ્ડીંગ મટેરીયલ સ્ટોર, (૩) ઓટો સ્પેર પાર્ટ્સ સ્ટોર (૪) કાર્પેટ વેચાણ સ્ટોર, (૫) મીઠાઇની દુકાન છે.

(3:40 pm IST)