Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

શોખથી બની પ્રોસ્ટિટ્યૂટ, રોજ ૩૦ લોકો સાથે કરે છે સેકસ

લંડન, તા. ૨૨ : પૈસા કમાવવા માટે લોકો જાતજાતની તરકીબો અજમાવતા હોય છે. બ્રિટનની એક મહિલા નર્સિંગની ટ્રેનિંગ લઈને સેકસ વર્કર બની ગઈ. આ મહિલા રોજના ૩૦ લોકો સાથે સેકસ માણતી હોવાનો દાવો કરે છે. કિરી રેડફિલ્ડ નામની આ મહિલા એસ્કોર્ટ કરીકે કામ કરી ચૂકી છે અને હવે પોતાની જ વાન લઈને સમગ્ર દેશમાં ફરે છે. આ વાનમાં તે પુરુષો સાથે સેકસ માણે છે.

મને આ કામ ગમે છે તેથી કરૂ છું

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કિરી પોતાના આ કામમાંથી જે પણ કમાણી કરે છે તેનો ટેકસ ભરે છે, પોતાનો ટેકસ ભરવા માટે તેણે એક એકાઉન્ટન્ટ પણ રાખ્યો છે. ૩૦ વર્ષની કિરીએ આ કામ પસંદ કરવાનું કારણ આપતા કહ્યું કે, મને આ કામ પસંદ છે તેથી હું તે કરૃં છું. મારે કઈ પણ છુપાવવાની જરૂર નથી, અને હું જે કરું છું તેની મને શરમ પણ નથી. હું મારા શરીરનો પૈસા કમાવવા માટે ઉપયોગ કરી શકું છું, તે મને ગમે છે.

કિરી બ્રિટનની એવી હજારો મહિલાઓમાંથી એક છે જે આ પ્રકારની લાઈફ જીવે છે. પરંતુ પોતાના કામને કાયદાકીય રીતે રજીસ્ટર કરાવનારી પહેલી મહિલા હશે. પોતાના ગ્રાહકો વિશે વાત કરતા કિરી જણાવે છે કે, શ્નમોટાભાગના પુરુષોનો ચહેરો મને યાદ નથી, હું દિવસમાં ૩૦ પુરુષો સાથે સેકસ માણું છું, પરંતુ મને યાદ નથી કે તેઓ કેવા દેખાતા હતા.

નર્સીંગ છોડીને આવી આ બિઝનેસમાં

કિરીનો જન્મ યોર્કશાયરમાં થયો છે અને સ્કૂલિંગ બાદ તેણે નર્સિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. પરંતુ ૨૦ વર્ષની હતી ત્યારથી તેણે સેકસ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. એક ઈન્ટરવ્યૂમાં કિરી કહે છે, શ્નહું તેવા લોકોને જાણું છું, જેઓ સેકસ પાર્ટી ચલાવે છે અને મેં વિચાર્યું કે હું પણ તે કરી શકું છે. મે પ્રયત્ન કર્યો, મને ગમ્યું અને જાણતી હતી કે હું પૈસા કમાવી શકીશ. તે એક જુદી પ્રકારની લાઈફ છે.લૃ આ બાદ તેણે જર્મનીમાં પોર્ન ફિલ્મનો બિઝનેસમાં પણ કામ કર્યું. જયાં તે બધા જ પ્રકારની સર્વિસ આપતી. પરંતુ ૨૧ વર્ષથી ઓછી વયના કલાયન્ટ્સ સાથે સેકસ નહોતી માણતી.

પતિને પણ કામથી પ્રોબ્લેમ નથી

બે વર્ષ પહેલા કિરીએ પોતાની કંપની શરૂ કરવાનું વિચાર્યું અને આ માટે તેણે ટુરિંગ માટે યુઝ થતી કેરેવાન અઠવાડિયામાં ત્રણ દિવસ સુધી ચલાવવાનું નક્કી કર્યું. જેમાં તે પુરુષો સાથે સેકસ માણે છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે કિરીએ ૬ વર્ષ પહેલા જ એક વ્યકિત સાથે લગ્ન પણ કર્યા છે. તેના પતિને પણ કિરીના આ કામથી કોઈ પ્રોબ્લેમ નથી.(૩૭.૪)

(11:33 am IST)