Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

દુબઇમાં બાળકો માટે ઉપલબ્ધ થયુ ઉંટડીનું દુધ

દુબઇ તા.રર : જે બાળકોના ગાયના દુધની એલર્જી હોય તેમના માટે દુબઇમાં ઉંટડીનંુ દુધ મળવાની શરૂઆત થઇ છે. આમેય દુબઇમાં ઉંટડીના દુધની ચોકલેટ અને બર્ગર મળે છે. હવે બેબી-ફૂડ તરીકે પણ ઉંટડીનું તાજુ દુધ મળવાની શરૂઆત થઇ છે. આ દુધમાં ઘણા વિટામીનો રહેલા છે અને ગલ્ફ દેશોમાં એક થી ત્રણ વર્ષના બાળકોને પૌષ્ટીક આહાર તરીકે ઉંટડીનું દુધ પીવડાવવામાં આવે છે.

(11:32 am IST)