Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

માતાએ અંધ દીકરાને પોતાના ખભા પર બેસાડીને વર્લ્ડ ટૂર કરાવ્યો:કહું થાક લાગતો હોવા છતાં હિંમત ના હારી

17 વર્ષની ઉંમરમાં માં બનેલી નિકીને ખબર પડી કે તેનો દીકરો જોઈ શકતો નથી તો તેણે પોતાની જાતને વચન આપ્યું કે તે પોતાના દીકરાને આખી દુનિયા બતાવશે અને તે પણ પોતાની આંખોથી

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા 26 વર્ષીય જીમી અંતરમે આમ તો વિશ્વની ઘણી જગ્યાને જોઈ છે. પરંતુ પોતાની આંખો દ્વારા નહીં. તેણે પોતાની માંના પીઠ પર બેસી મહેસૂસ કર્યુ છે.

17 વર્ષની ઉંમરમાં માં બનેલી નિકીને જ્યારે જાણવા મળ્યું કે તેનો દીકરો જોઈ શકતો નથી તો તેણે પોતાની જાતને વચન આપ્યું કે તે પોતાના દીકરાને આખી દુનિયા બતાવશે અને તે પણ પોતાની આંખોથી. ઓસ્ટ્રેલિયામાં રહેતી નિકી અત્યારે 43 વર્ષની છે અને તેમનુ કહેવુ છે કે હવે તેમની ઉંમર ઢળી રહી છે. આગળ જતા કદાચ જ તે જિમીને પીઠ પર બેસાડી શકે. અત્યારે પણ યાત્રા દરમ્યાન જિમીને પાછળ બેસાડતા ખૂબ થાક લાગે છે. બંનેએ અત્યાર સુધી હવાઈ,બાળી,અને ઓસ્ટ્રેલિયાની અનેક જગ્યાની યાત્રાઓ કરી છે અને હવે કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે.

નિકીએ જણાવ્યું કે જીમી જન્મથી અંધ છે. આ સાથે તેને કેટલીક શારીરીક મુશ્કેલીઓ પણ છે. જેના કારણે તેને 24 કલાક સારસંભાળની જરૂર પડે છે. વ્હીલચેર હોવા છતાં નિકી જિમીને વ્હીલચેરમાં બેસાડતી નથી. તે પોતાની પીઠ પર બેસાડીને જ બહાર લઇ જાય છે. તેમણે જણાવ્યું કે જ્યારે તે રજાનો પ્લાન બનાવે છે તો આ વાતનું ધ્યાન રાખે છે કે તેની પાસે જિમીના વધુ સારા કપડા, બેડ માટે ચાદરો અને તકિયા હોય. નિકી દરેક રજા માટે પ્લાન તૈયાર કરે છે અને તે મુજબ જિમીને ટૂર પર લઇ જાય છે. 

નિકીએ જણાવ્યું કે હવે ધીરે-ધીરે ઘણા લોકો જિમીને જાણવા લાગ્યા છે અને ગાઢ પ્રેમ પણ કરે છે. તેમણે જણાવ્યું કે જિમી જ્યારે બે મહિનાનો હતો ત્યારે તે અંધ હોવાની ખબર તેમને પડી હતી. જિમીની દાદીએ જોયુ કે તે રમકડા સુધી પહોંચી શકતો ન હતો. પછી તેના 6 મહિના બાદ તેને ખબર પડી કે જિમીને મિર્ગી પણ છે. પરંતુ વર્ષો સુધી સારવાર કરાવ્યાં બાદ મિર્ગીની દવાને બંધ કરી દેવામાં આવી

(6:18 pm IST)