Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો મેગેઝિનની આ એડ પર પ્રેગ્નન્ટ લેડીએ પી-પી કરવી પડે

લંડન તા.૨૨: કોઇ પણ છાપું હોય કે મેગેઝિન, એમાં કોઇ પ્રોડકટની જાહેરાત છપાઇ હોય તો એની પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે એ ચોખ્ખા અને મોટા અક્ષરે છપાયેલું હોય છે. પરંતુ એક સ્વીડિશ મેગેઝિને વિચિત્ર રસ્તો અખત્યાર કર્યો છે. ઘણી વાર એડનું કટિંગ લાવી આપનારને જ ડિસ્કાઉન્ટ મળે છે, પરંતુ અમેલિયા નામના સ્વીડનના મહિલાઓ માટેના મેગેઝિનમાં તો એડ પર સૂ-સૂ કરનાર પ્રેગ્નન્ટ મહિલાને જ ડિસ્કાઉન્ટ મળે એમ છે. વાત એમ છે કે આ મેગેઝિનમાં ફર્નિચર માટેની ફેમસ કંપની આઇકિયા દ્વારા નવજાત શિશુના કોટની એડ છપાઇ છે. જાહેરાતમાં નીચેની તરફ ચોક્કસ જગ્યા બતાવવામાં આવી છે. એની પર પ્રેગ્નન્ટ મહિલાએ પી-પી કરવાની છે. સ્વાભાવિક છે કે જે મહિલા પ્રેગ્નન્ટ છે તેને જ આ બાળકોના કોટની જરૂર પડવાની છે.જેમ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટમાં પોઝિટિવ પ્રેગ્નન્સી હોય તો ખાસ પ્રોટીનની હાજરીને કારણે બે લાલ લાઇનો દેખાય છે એવી જ ટેકનોલોજી આ એડના કાગળમાં વણી લેવામાં આવી છે. પ્રેગ્નન્ટ મહિલાની સુ સુ એ કાગળ પર પડતાં જ એમાં રહેલા ચોક્કસ ઘટકને કારણે ડિસ્કાઉન્ટની પ્રાઇઝ ઉજાગર થાય છે. ૮૦૦૦ રૂપિયાનો કોટ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ પર માત્ર ૪૦૦૦ રૂપિયામાં વેચવા મુકાયો છે. જોકે એમાં ડાયરેકટ ડિસ્કાઉન્ટના ટકા છપાયા નથી એ ટકા છુપાવવાની આ રીતે ખરેખર અજીબોગરીબ છે.

(3:47 pm IST)