Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પોતાની મોંઘી ગાડીઓ બચાવવા વૃક્ષોની ડાળીઓ પર તીક્ષ્ણ કાંટા ભરાવી દીધા

લંડન તા.રર : બ્રિસ્ટોલના કિલફટન નામના પરાના પોશ વિસ્તારમાં બે વૃક્ષોની મુખ્ય ડાળીઓ પર લાઇનબંધ કાંટા ભરાવી દેવામાં આવ્યા છે. આ ઝાડની નીચે એ વિસ્તારમાં રહેતા લોકોની મોંઘી અને લકઝુરિયસ ગાડીઓ પાર્ક થાય છે ઝાડ પર પંખીઓ માળો બનાવીને રહેવા લાગે તો તેમની મોંઘીદાટ ગાડીઓ ચરકીને બગાડી દે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમને પંખીઓથી વાંધો નથી, પણ એ અમારી ગાડીઓ ગંદી કરી ન જાય એટલા માટે આવું કરવામાંં આવ્યું છે જો કે સ્થાનીક પર્યાવરણ પ્રેમી સંસ્થાએ આ તીક્ષ્ણ કાંટાઓનો વિરોધ કર્યોછે.

(3:30 pm IST)