Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અત્યાર સુધી ૫૦૦૦ મહિલાઓ સાથે શરીર સંબંધ બાંધી ચૂકયો છે બોસઃ બનાવી રાખ્યુ છે લિસ્ટઃ મહાલંપટનો પૂર્વ કર્મીઓેએ ભાંડો ફોડ્યો

પૂર્વ કર્મચારીઓેએ ૧૩૫ પાનાના કેસમાં માઈકલ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છેઃ તે આલીશાન અને ગુપ્ત દ્યરોમાં કથિત રીતે સંખ્યાબંધ યુવતીઓને શરીર સંબંધ બાંધવા લઈ જાય છેઃ બોસ પર મહિલાઓને ડ્રગ્સ આપીને શરીર સંબંધ બાંધવાનો પણ ગંભીર આરોપ લાગ્યો છે

વોશિંગટન,તા.૨૨: એક કરોડપતિ શખ્સે કથિત રીતે એક લિસ્ટ તૈયાર કરી છે. જેમાં તેણે હજારો મહિલાઓના નામ સામેલ કર્યા છે. આ લિસ્ટમાં એ મહિલાઓના નામ છે કે જેઓની સાથે તેણે શરીર સંબંધ બાંધ્યા હતા. આ પહેલાં શખ્સ પર જાતીય સતામણીનો આરોપ પણ લાગી ચૂકયો છે. ૫૭ વર્ષીય માઈકલ ગોગુએન પર તેના ચાર પૂર્વ કર્મચારીઓએ કેસ કર્યો છે. તેઓનું કહેવું છે કે, માઈકલે કથિત રીતે તેના હરમની દેખરેખ માટે તેઓની મદદ માંગી હતી. હરમ એ જગ્યાને કહેવામાં આવે છે કે જયાં એક કે એકથી વધુ મહિલાઓ કે પત્નીઓને રહેતી હોય.

એક અંગ્રેજી વેબસાઈટના રિપોર્ટ મુજબ, પૂર્વ કર્મચારીઓએ ૧૩૫ પાનાના કેસમાં માઈકલ પર આરોપ લગાવ્યા છે કે તે અનેક આલીશાન અને ગુપ્ત દ્યરોનો માલિક છે. જયાં તે કથિત રીતે સંખ્યાબંધ યુવતીઓને શરીર સંબંધ બાંધવા માટે લઈ જાય છે. તેના પૂર્વ કર્મચારીઓનો દાવો છે કે, તેના બારના બેઝમેન્ટમાં એક બૂમ બૂમ રૂમ પણ છે, જેમાં એક સ્ટ્રિપર પોલ છે. આ તેના અમેરિકાના રાજય મોંટાનાના વ્હાઈટફિશ સ્થિત દ્યરમાં છે, જયાં તે હાલ રહે છે.

ફરિયાદ મુજબ, મેથેયુ માર્શલ નામના એક પૂર્વ કર્મચારીએ દાવો કર્યો છે કે, એકસ બોસે તેને તેના પૂર્વ મિત્ર બ્રાયન નૈશની હત્યા કરવા માટે કહ્યું હતું. કારણ કે તે તેની ઘણી બધી ખાનગી વાતો જાણતો હતો. જો કે, આ પહેલીવાર નથી બન્યુ કે કોઈ અમીર શખ્સ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હોય. આ પહેલાં તેની પૂર્વ પ્રેમિકા એમ્બર બેષ્ટિસ્ટ, કે જે એક વિદેશી ડાન્સર છે, તેણે ૨૦૧૬માં સતત જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.

એક અંગ્રેજી વેબસાઈટના રિપોર્ટનું માનીએ તો, તાજેતરમાં આ કેસ એમીનટોર ગ્રૂપ એલએલસીના પૂર્વ કર્મચારીઓ તરફથી આ ફેબ્રુઆરી મહિનામાં નોંધાવવામાં આવ્યો હતો. જેમાં આરોપ છે કે, કેવી રીતે આ પરીણીત બિઝનેસમેને પોતાના કર્મચારીઓથી અફેર્સને છૂપાવવા માટે મદદ માંગી હતી. જેથી તેને પૂર્વ કર્મચારીઓ અને વિરોધીઓથી છૂપાવી શકાય. એક મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેના બોસે તેને ૧૨૦૦ ડોલર આપતા પહેલાં તેને કોકીન અને દારૂ પીવડાવ્યો હતો અને પછી તેની જાતીય સતામણી કરી હતી. 

(9:59 am IST)