Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 12 લોકોના મૃત્યુ:14 થી વધુ ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના બહારક જિલ્લામાં બુધવારના રોજ થયેલ એક હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે તેમજ 14થી વધુ લોકોને ગંભીર  રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા  છે.હુમલો સ્થાનિક મદ્રેસા પર  કરવામાં આવ્યો હતો. હજુ સુધી સુરક્ષા અધિકારીઓએ આ  ઘટના પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. હુમલા પાછળ કોનો હાથ છે તે હજુસ દુહો જાણવામાં આવ્યું નથી. 

(6:04 pm IST)