Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

2025માં મોટા ભાગના કામ રોબોટ કરતા થઇ જશે:સંશોધન

નવી દિલ્હી: વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના એક અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે, 2025 સુધીમાં અડધોઅડધ કામ મશીનો કરતાં થઈ જશે. તેના પરિણામે અસમાનતા વકરવાની સંભાવના છે. વૈશ્વિક આર્થિક બાબતો અંગે વિચારણા કરનાર મંડળે જણાવ્યું છે કે "રોબોટ ક્રાંતિ" વિશ્વભરમાં 9.7 કરોડ રોજગારનું સર્જન કરવાની સાથે કેટલાક વર્ગના કર્મચારીઓ માટે જોખમ પણ સર્જશે.

             વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના જણાવ્યા અનુસાર, ઍડમિનિસ્ટ્રેશન અને ડેટા પ્રોસેસિંગમાં રૂટિન અથવા મેન્યુઅલ કામો સંબંધે ઑટોમેશન કર્મચારીઓ માટે સૌથી વધુ ખતરારૂપ બનશે. જોકે, કેર, બિગ ડેટા અને ગ્રીન ઇકૉનૉમી (પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર) ક્ષેત્રે નવા રોજગારનું સર્જન થશે. વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમના અભ્યાસમાં વિશ્વની સૌથી મોટી પૈકી 300 કંપનીઓને આવરી લેવામાં આવી હતી. કંપનીઓમાં કુલ 80 લાખ લોકો કામ કરે છે.

(5:59 pm IST)