Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

એફીલ ટાવર નીચે ફ્રેન્ચ મહિલા દ્વારા બે મુસ્લિમ મહિલાઓ ઉપર હુમલો થયો

પેરીસઃ હજરત મોહમ્મદ પયગંબરના કાર્ટૂનના મુદે ચાલી રહેલા વિવાદના પગલે જગમશહુર એફીલ ટાવર તળે એ મુસ્લિમ મહિલાઓ પર ફ્રેન્ચ મહિલાઓએ છરીના સંખ્યાબંધ પ્રહાર કરીને તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી.

પોલીસે પકડેલી બંને હુમલાખોર મહિલાઓ ગોરી છે અને યુરોપની હોવાનો પોલીસનો ખ્યાલ હતો. ગયા સપ્તાહે બાળકોને પયગંબરનું કાર્ટૂન દેખાડી રહેલા એક ઇતિહાસ ટીચરની હત્યા કરાઇ હતી. આ કાર્ટૂનના મુદે ૨૦૧૫થી વિવાદ ચાલી રહયો હતો.મુસ્લિમ મહિલાઓ પર હુમલો કરનારી ગોરી યુવતીએ તેમને ગંદી અરબી મહિલાઓ કહીને ગાળાગાળી પણ કરી હતી. આ બંને મહિલાઓ સામે ફ્રેન્ચ કાયદા મુજબ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાશે, એમ ફ્રેન્ચ પોલીસના પ્રવકતાએ કહ્યું હતુ.ઇજાગ્રસ્ત મુસ્લીમ મહિલાઓ મુળ અલ્જીરીયાની છે. હાલમાં તેઓ ફ્રાન્સના નાગરીક છે. તેમની ઓળખ કેન્ઝા અને અમેલ તરીકે અપાઇ હતી. બંનેને છરીના છથી સાત પ્રહાર થયા હતા. આ પ્રસંગે હાજર કેટલાક પ્રવાસીઓએ ઘટનાના ફોટોગ્રાફસ પણ લીધા હતા. બેમાની એક હુમલાખોરે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.

(3:11 pm IST)