Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જાપાનની સરકાર ઘર વસાવીને લગ્નજીવન શરૂ કરવા ઇચ્છુક યુગલોને આપશે સવચાર લાખ સુધીની રકમ

નવી દિલ્હી: જાપાનમાં સરકારે ઘર વસાવીને લગ્નજીવન શરૂ કરવા ઈચ્છુક યુગલોને લાખ યેન એટલે કે આશરે રૂ. સવાચાર લાખ સુધીની રકમ આપવાની જાહેરાત કરી છે. પ્રોત્સાહક રકમ આપવાનો હેતુ લોકો લગ્ન કરીને ઝડપથી બાળકો પેદા કરે અને દેશમાં ઝડપથી ઘટતા જતા જન્મદર પર કાબૂ મેળવી શકાય છે. માટે જાપાન સરકાર એપ્રિલમાં મોટે પાયે જાહેર કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. જાપાન પછી ઈટાલી બીજો દેશ છે, જ્યાં ઝડપથી જન્મદર ઘટી હ્યો છે. અહીં દરેક યુગને એક બાળકના જન્મ વખતે સરકાર તરફથી રૂ. 70 હજારની પ્રોત્સાહક રકમ અપાય છે. સાથે એક યુરો એટલે કે 80 રૂપિયામાં ઘર અને વેપાર શરૂ કરવાની સુવિધા પણ અપાય છે.

(5:55 pm IST)