Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

દાદાએ પૌત્રની પ્રેમિકાને બનાવી પ્રેગ્નેન્‍ટ : પૌત્ર દીકરો સમજીને જેને ઊછેરતો હતો તે કાકો નીકળ્‍યો

સોશિયલ મીડિયા પર એક વ્‍યક્‍તિનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રડતાં રડતાં તેની સાથે થયેલા વિશ્વાસઘાતની વાત કરી રહ્યો છે

લંડન,તા. ૨૨: આજકાલ સંબંધો ફક્‍ત દેખાડા માટે જ ટકી રહ્યા છે. કોઈને ક્‍યારે અને કેવી રીતે દગો મળે તેની કોઈ ગેરંટી નથી. વિશ્વાસદ્યાતની આવી જ એક કહાની આજકાલ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. ટિકટોક પર @stacks1400 નામથી બનાવવામાં આવેલા એક એકાઉન્‍ટ પર યૂઝરે પોતાના દાદાએ તેની સાથે વિશ્વાસદ્યાત કર્યો હોવાનો ખુલાસો કર્યો છે. આ વ્‍યક્‍તિની પ્રેમિકા સાથે તેના દાદાનું અફેર હતું. આ વાત આ વ્‍યક્‍તિને વર્ષો પછી માલુમ પડી હતી. વ્‍યક્‍તિએ તેના પુત્રનો DNA ટેસ્‍ટ કરાવ્‍યો ત્‍યારે તેને માલુમ પડ્‍યું કે હકીકતમાં તેનો પુત્ર એ તેનો કાકો છે!

જે બાદમાં આ વ્‍યક્‍તિની જિંદગીમાં જાણે કે ભૂકંપ જ આવી ગયો હતો. આ વ્‍યક્‍તિએ પોતાની સાથે થયેલા વિશ્વાસદ્યાતનો વાત લોકો સાથે શેર કરી હતી. વ્‍યક્‍તિએ એક વીડિયો બનાવ્‍યો છે, જેમાં તે રડતો નજરે પડી રહ્યો છે. વ્‍યક્‍તિ રડતાં રડતાં કહી રહ્યો છે કે તેને હમણા જ માલુમ પડ્‍યું છે કે, જે વ્‍યક્‍તિને તે પોતાનો દીકરો સમજી રહ્યો હતો તે હકીકતમાં તેનો કાકા છે. વ્‍યક્‍તિના દાદાનું અફેર તેની ગર્લફ્રેન્‍ડ સાથે ચાલી રહ્યું હતું. આ જ પ્રેમની નિશાની તેની પ્રેમિકાના પેટમાં ગર્ભ સ્‍વરૂપે ઉછરી હતી, જેને આ વ્‍યક્‍તિ પોતાનો દીકરો સમજી રહ્યો હતો.

આ વ્‍યક્‍તિએ રડતાં રડતાં પોતાનું દુઃખ લોકોને જણાવ્‍યું હતું. આ વ્‍યક્‍તિનો વીડિયો વાયરલ થઈ ગયો છે. અમુક લોકોએ આ વ્‍યક્‍તિને સાંત્‍વના પણ આપી હતી. એક વ્‍યક્‍તિએ લખ્‍યું કે, હિંમત ન હારીશ. આજે અંધારું છે તો કાલે સવાર પડશે. અનેક લોકોએ આ વ્‍યક્‍તિની હિંમતને બિરદાવી હતી. જયારે પીડિત વ્‍યક્‍તિનું કહેવું છે કે, આ હકીકત જાણ્‍યા બાદ હવે તે પોતાના પુત્રને એ દ્રષ્ટીથી નહીં જોઈ શકે. જેને તે દીકરો માનતો હતો તે હકીકતમાં તેનો કાકો છે.

જે બાદમાં આ વ્‍યક્‍તિએ વધુ એક વીડિયો બનાવ્‍યો હતો. આ વીડિયોમાં તેણે પોતાના પુત્રને એક સંદેશ આપ્‍યો હતો. વ્‍યક્‍તિએ કહ્યુ કે તે પ્રયાસ કરશે કે પ્રેમિકાના વિશ્વાસદ્યાતની સજા પુત્રને ન મળે. આમાં તેનો કોઈ વાંક નથી. ભવિષ્‍યમાં પણ તે તેને પુત્ર માનીને પ્રેમ કરવાનો પ્રયાસ કરશે. લોકોએ આ વ્‍યક્‍તિને સમર્થન આપ્‍યું છે અને તેને જીવનમાં પોઝિટિવ રહેવાની સલાહ આપી છે.

(10:39 am IST)