Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

આ છોકરીએ ૧૬ છોકરાઓને ડેટ પર બોલાવ્યા

લંડન, તા.૨૨: છોકરીઓ આજકાલ છોકરાને કયાંય પાછળ મૂકી દે એવો જમાનો આવી ગયો છે, પછી ભલેને એ ગમે તે ક્ષેત્ર હોય. જોકે એક અહેવાલ મુજબ ટિકટોક વિડિયોમાં બતાવાયું છે કે એક છોકરીએ એકસાથે ૧૬ છોકરાઓને ડેટ પર બોલાવીને બધાને ચોંકાવી દીધા હતા. દરેક છોકરાએ વિચારેલું કે માત્ર તેને જ ડેટ પર બોલાવવામાં આવ્યો છે, પણ જે રેસ્ટોરાંમાં આ ઘટના બની ત્યાં આ એક જ છોકરીએ આમંત્રેલા તમામ છોકરાઓ આવી ગયા ત્યારે છોકરીનો ભાંડો ફૂટી ગયો હતો. બધા ખૂબ હસ્યા હતા, પરંતુ તેઓમાંના કેટલાક હતાશ પણ થયા હતા. આ વિડિયોને ૨૧,૦૦૦ લાઇકસ મળી છે અને ૧૦૦૦ કમેન્ટ્સ આવી છે.

(4:07 pm IST)