Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પાકિસ્તાનમાં આતંકવાદીઓના સમૂહે અફઘાનિસ્તાની સીમા નજીક વિસ્ફોટ કરતા એનજીઓની ચાર મહિલાના મોત

નવી દિલ્હી:પાકિસ્તાનના શંકાસ્પદ આતંકવાદીઓના એક સમૂહે આજ રોજ અફઘાનિસ્તાનની સીમાથી જોડાયેલ ઉત્તર પૂર્વના આદિવાસી વિસ્તારમાં એક એનજીઓની મહિલાઓને લઈને જઈ રહેલ એક વાહન પર હુમલો કરતા ચાર મહિલાઓના મોત નિપજ્યા છે તેમજ ચાલકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યુંછે.

     એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુમલો વજીરિસ્તાન જિલ્લાના એક શહેર મીર અલીના પ્રમુખ ગામમાં થયો હતો જિલ્લા પોલીસ પ્રમુખ શફી અલ્લાહ ખાને હુમલાની પુષ્ટિ કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:09 pm IST)