Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બીજી મહિલા સાથે અફેરના પગલે પતિનો પ્રાઇવેટ પાર્ટ કાપીને ટોઇલેટમાં વહાવી દીધો

જલંધર તા.રર : પંજાબના જાલંધરમાં સુખવંત કૌર નામની મહિલાએ તેના પતિનું અન્ય મહિલા સાથે અફેર હોવાના શકને કારણે તેનો પ્રાઇવેટ પાર્ટ કાપીને ટોઇલેટમાં વહાવી દીધો હતો. પોલીસે સુખવંત કૌરની ધરપકડ કરી છે અને ગટરમાં વહાવી દીધેલા પ્રાઇવેટ પાર્ટને પુરાવા તરીકે રજુ કરવા એને શોધી કાઢવા સફાઇ- કર્મચારીઓની મદદ લલીધી છે. તેનો પતિ બેન્કમાં આસિસ્ટન્ટ મેનેજર છે.  ર૦૦પમાં તેમના મેરેજ થયા હતા અને તેમને બે સંતાન પણ છે. પતિ સાથે તેને ઝઘડા થતા હતા,પણ તેનો પતિ વધારે બહાર રહેવા લાગ્યો ત્યારે સુખવંતને ખબર પડી કે તેનું બીજી મહિલા સાથે અફેર છે. આથી ગયા સોમવારે રાત્રે પતિ આવ્યો ત્યારે તેમની ચ્ચે ફરી ઝઘડો થયો ત્યારે ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિને ઉંઘવા દીધો અને પછી તેના માથા પર લોખંડના એન્ગલથી પ્રહારકરીને તેને બેહોશ કરી દીધો તયારબાદ ચાકુથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપીને ટોઇલેટમાં વહાવી દીધો ત્યારે તેનો ગુસ્સો શાંત થયો. જો કે પછી પતિની વેદના જોઇને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે સુખવંતના સસરાએ કરેલી ફરિયાદના પગલે તેની ધરપકડ કરવામાં આવી છે.

(11:32 am IST)