Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કેનેડામાં પર્સચોરને મહિલાએ કોફી પીવડાવી

ટોરન્ટો,તા.૨૧: કોઈ ચોર પર્સ આંચકીને દોડી જાય તો લોકો તેને પકડીને અધમૂઓ કરી નાખે, પણ કેનેડામાં એડમોન્ટનની રહેવાસી ટેસ નામની મહિલાએ તેના પર્સચોરને કોફી પીવડાવી હતી. આ મહિલા તેની ઓફિસના લંચ-બ્રેકમાં બહાર નીકળી હતી અને રોડ ક્રોસ કરતી હતી. ત્યારેી એક માણસ તેની પાસે આવ્યો હતો અને તેનું પર્સ આંચકીને દોડવા લાગ્યો હતો. જોકે તેણે પણ ચોરનો પીછો કર્યો હતો અને તેને પકડી પાડયો હતો. ચોર એક કારની પાછળ છુપાયો હતો અને તે ગભરાયેલો હતો. આ મહિલાએ તેને સાંત્વનાભર્યા શબ્દો કહ્યા હતા અને કારની પાછળથી બહાર આવવા કહ્યું હતું. તે બહાર આવ્યો અને તેણે પર્સ પાછું આપી દીધું પછી આ મહિલા તેની સાથે કોફી શોપમાં બેઠી અને કોફી પીધી તથા તેની સાથે વાત કરી હતી. તેને પૈસાની ખૂબ જરૂર હોવાથી તેણે પર્સ ચોરી લીધાનું જણાવ્યું એથી તેણે સોશ્યલ વર્કરનો નંબર આપ્યો હતો.

(1:05 pm IST)