Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

યુક્રેનના શહેર ખારકીવમાં નર્સિંગ હોમમાં આગ ભભૂકતા 15 લોકોની હત્યા:11લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:યુક્રેનના શહેર ખારકીવમાં ગુરુવારના રોજ એક નર્સિંગ હોમમાં આગ ભભૂકતા ઓછામાં ઓછા 15 લોકોના મોત નિપજ્યા છે.એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ નર્સિંગ હોમના માલિક અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. હજુ આ બે માળની બિલ્ડીંગનું આગ લાગવા પાછળના કારણ વિશે જાણવામાં આવી રહ્યું નથી. આગ બપોરના સમયે લાગી હતી ત્યારે બિલ્ડિંગમાં લગભગ 33 લોકો ઉપસ્થિત હતા.

       યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર જેલ્સકીએ આંતરિક મામલાના મંત્રીને આ ઘટના વિશે સંપૂર્ણ રીતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. યુક્રેનના પ્રોસીક્યુટરે જણાવ્યું છે કે અધિકારીઓએ અપરાધિક તપાસ શરૂ કરી દીધી છે.

(6:19 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST