Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કરાંચીમાં મદ્રેસામાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહેલ 8 વર્ષીય વિદ્યાર્થીને મૌલવીએ મારમારી મોતને ઘાટ ઉતાર્યો

નવી દિલ્હી: પાકિસ્તાનના કરાંચીમાં મદ્રેસામાંથી ભાગવાનો  પ્રયત્ન કરવા પર એક આઠ વર્ષીય વિદ્યાર્થીને કહેવાતી રીતે માર મારીને મોતને ઘાટ ઉતારવાના મામલે એક મોલવીની ધરપકડ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે કાસીમ શહેરમાં મોલવીએ મુહમ્મ્દ હુસૈન નામના આ 8 વર્ષીય વિદ્યાર્થીને મદ્રેસામાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે દરમિયાન પકડી પાડ્યો હતો અને તેમને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેતા આ મોલવીની ધરપકડ કરવામાં આવી છે.

(6:36 pm IST)