Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પેરિસનું ચર્ચ કેશલેસ થયું

પેરીસ તા.૨૨: ભગવાનનાં સ્થાનકોમાં તો દાન મોટા ભાગે કેશમાં જ અપાતું હોય છે. જોકે પેરિસમાં આવેલા એક ચર્ચે કેશલેસ થવાની પહેલ કરી છે. અહીંથી સાદી દાનપેટીઓ હટાવી લેવામાં આવી છે. એના બદલે કાર્ડથી પેમેન્ટ કરવાની સુવિધા શરૂ થઇ છે. ચર્ચની અંદર પાંચ દાનપેટીઓ હતી, જેને બદલે હવે ડિજિટલ દાનપેટી થઇ ગઇ છે. બેથી દસ યુરો ડોનેટ કરવાની સુવિધા એમાં છે. વધુ મોટી રકમ દાન કરવી હોય તો એ માટે પણ કાર્ડ સ્વાઇપ મશીનની વ્યવસ્થા પણ છે. પેરિસમાં દર વર્ષે એક વ્યકિત ૧૦૦ યુરો એટલે કે લગભગ ૭૮૦૦ રૂપિયા દાન કરતી હોય છે. જોકે આ ચર્ચે હવે ચલણી નોટો કે સિક્કાઓમાં દાન બંધ કરીને માત્ર ડિજિટલ ડોનેશનનો જ ઓપ્શન રાખ્યો છે.

(6:39 pm IST)