Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ઈંગ્લેન્ડમાં ત્રણ રેસ્ટોરંટમાં ઝેરીલા પદાર્થ ફેલાઈ જવાથી 15 લોકોની હાલત ગંભીર

નવી દિલ્હી:ઇંગ્લેંડના વેસ્ટ મિડલાઇડ્સમાં બ્લેક કંટ્રી વિસ્તારમાં ત્રણ હોટલમાં મંગળવારના રોજ સાંજના સમયે ઝેરીલા ગેસ રૂપી પદાર્થનો અચાનક છટકાવ થવાના કારણોસર 15 લોકોની હાલત ગંભીર થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે. હુમલા માટે એક શખ્સ જવાબદાર હોવાનું માલુમ પડી રહ્યું છે પરંતુ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી. કહેવાય રહ્યું છે કે કોઈ અપરાધિક શખ્સનું કૃત્ય હોવાનું માલુમ પડી રહ્યું છે ઘટના પછી તુરંત પોલીસે પૈરા મેડિકલ,અગ્નિશામક અને વિશેષજ્ઞોની ટીમને લઈને સાંજના 7 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેના પછી હોટલ અને સુપર માર્કેટ બંધ કરી દેવામાં આવી હતી.

(6:43 pm IST)